દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને અમરેલી જિલ્લામાં દરેક તાલુકા અને ગ્રામ્ય સ્તરે પણ યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અમરેલી સહિત સાવરકુંડલા, લાઠી અને બાબરા જેવા શહેરમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરાઈ હતી. સાવરકુંડલામાં ઓપન એર થિયેટર જનતા બાગ પાસે તાલુકા કક્ષાની ઉજવણી અધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં કરાઈ હતી. જયારે બાબરામાં શહેર ભાજપ દ્વારા વડલીવાળા મેલડી માતાના મંદિરે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, નગરપાલિકા પ્રમુખ પ્રવિણભાઈ કરકર વગેરેની ઉપસ્થિતિમાં આયોજન કરાયુ હતું. તેમજ બાબરાના અમરાપરા ગામે પ્લોટ શાળા અને પે સેન્ટર શાળામાં નીતિનભાઈ રાઠોડ, અમરાપરા સરપંચ અશોકભાઈ અસલાલીયા સહિતની ઉપસ્થિતિમાં યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે યોગ દિવસ નિમિત્તે લીલીયા મોટાની તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં લીલીયા તાલુકાના યોગ કોચ કમળાબેન ભરતભાઈ હેલૈયા દ્વારા વિવિધ યોગ કરાવવામાં આવેલ. આ તકે લીલીયા ઈન્ચા.મામલતદાર પંકજ બારૈયા, ના.મા. વિપુલભાઈ મહેતા, ના.મા. આશિષ ગોસાઈ, TDO તુષાર રાદડિયા, PSI.એસ.આર ગોહિલ, ડો. કેતન કાનપરીયા, ડો. તોમર, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, મહામંત્રી જીગ્નેશ સાવજ, ભરતભાઈ હેલૈયા, હિતેશ પરમાર સહિતની ઉપસ્થિતિ રહી હતી.