રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી, તેમ છતાં ધોરણ ૧ થી ૫ના વર્ગો શરૂ થઈ શક્યા નથી અને રાજ્યના વાલીઓથી લઈને સંચાલકો દ્વારા પ્રાથમિક શાળા શરૂ કરવા સરકાર પર દબાણ વધી રહ્યું હતું, કેમકે પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ ૬થી ૮ના વર્ગો ૨ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં ૫૦ ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ૯થી ૧૨ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમોનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો દ્વારા હેન્ડવોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે. કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના ૧થી ૫ ધોરણના ઓફલાઈન વર્ગો આવતીકાલથી ખુલશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી વાઘાણીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે. ત્યારે કોરોના હવે હળવો પડતા આવતીકાલથી ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ ૧થી ૫ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે. રાજયની સાથે અમરેલી જિલ્લામાં પણ ધો.૧થી પના તમામ વર્ગો આવતીકાલથી ખુલી જશે જેમાં બે વર્ષથી ઓનલાઈન ભણતા બાળકો હવે ઓફલાઈન ભણશે. અમરેલી જિલ્લામાં ૭૬ર જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. ધો.૧થી પ માં અંદાજે પ૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રાજય સરકારની એસઓપીનું પાલન કરવાનુ રહેશે. આમ, રાજય સરકારે ધો.૧થી પના વર્ગો ખોલવાની જાહેરાત કરતા પ્રાથમિક શાળાના તમામ વર્ગોનું શિક્ષણ રાબેતા મુજબ શરૂ થઈ જશે. રાજય સરકારના નિર્ણયને શાળા સંચાલકો અને વાલીઓએ પણ આવકાર્યો છે.

 

બાળકોમાં મોબાઈલ જાવાનું પ્રમાણ વધ્યુ
રાજય સરકારે કોરોનાને કારણે પ્રાથમિક શાળાઓ બે વર્ષ સુધી બંધ રાખી હતી અને તબક્કાવાર શાળાના વર્ગો ખોલવામાં આવ્યા હતા પરંતુ ધો.૧થી પ ના વર્ગો ખુલ્યા નહોતા. વર્ગો ખુલ્યા ન હોવાથી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું જેના કારણે વાલીઓએ ફરજિયાત બાળકોને મોબાઈલ વાપરવા માટે આપવો પડતો હતો. ઓનલાઈન શિક્ષણને કારણે બાળકોમાં મોબાઈલ જાવાનું પ્રમાણ વધ્યું હતું.
બાળકોની આંખો પર આડઅસર
ધો.૧થી પમાં ભણતા બાળકોની શાળા શરૂ થઈ ન હોવાથી નાના બાળકોને મોબાઈલ પર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. કલાકો સુધી મોબાઈલ પર શિક્ષણ મેળવવું પડતું હોવાથી બાળકોના આંખ પર સીધી અસર જોવા મળતી હતી અને બાળકોમાં આંખની તકલીફ પણ વધતી જતી હોવાનું અમુક વાલીઓએ જણાવ્યું હતું.
ધો.૧થી પના વર્ગો ખુલતા વાલીઓને હાશકારો
બે વર્ષથી ધો.૧થી પના શાળાકિય વર્ગો બંધ હોવાથી બાળકો આખો દિવસ મોબાઈલ અને ટીવીમાં વધારે પડતા મગશૂલ રહેતા હોવાનું વાલીઓ જણાવી રહ્યાં છે. વાલીઓએ વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન શિક્ષણને કારણે મોબાઈલની ખરીદીની સાથે દર મહિને ડેટા પેકનો પણ ખર્ચ કરવો પડતો હતો. અમુક વાલીઓને આ ખર્ચ પરવડે તેમ ન હોવા છતા ફરજિયાત કરવો પડતો હતો. જા કે હવે ધો.૧થી પના વર્ગો ખુલતા વાલીઓને હાશકારો થયો છે.
રાજય સરકારની ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે
શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી. સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે. વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે. વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે. સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે. વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે. સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા
આભાર – નિહારીકા રવિયા પણ સૂચના આપી છે. વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ કરી બાળકને સ્કૂલે મુકવા-લઈ જવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.