અમરેલી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલ સરપંચો અને સદસ્યોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. તથા ગામલોકોએ મુકેલા વિશ્વાસને સાર્થક કરી જ્ઞાતિ-જાતિના ભેદભાવ ગ્રામ વિકાસને મહત્વ આપી સુચારૂ વહિવટ કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતુ કે, અગાઉ સમરસ થયેલ તથા હાલ ચૂંટણી થયેલ ગ્રામ પંચાયતોમાં સમગ્ર જિલ્લાના ૮૦ ટકા ઉપરાંત ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ પક્ષની વિચારધારાને વરેલા અગ્રણીઓ ચૂંટાયા છે. જે જિલ્લાની પ્રજા આજે પણ કોંગ્રેસ પક્ષની સાથે છે એવી પ્રતીતિ કરાવે છે. ગ્રામ પંચાયતના પરિણામો હાલની સરકારની નીતિને લપડાક સમાન હોય, આગામી વિધાનસભા ચૂંટણીઓમાં પણ જિલ્લાની જનતા સરકારની નીતિ અને વ્યાપક ભ્રષ્ટાચારથી ત્રસ્ત હોય, કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જંગી બહુમતીથી જીત અપાવી ભાજપ સરકારને અવશ્ય જાકારો આપશે.