અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંવિદ વેન્ચરના સહયોગથી અમરેલી જિલ્લાની ૮૦ પ્રાથમિક શાળામાં દીપશાળા પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ IIT મુંબઇ સાથે સંલગ્ન છે.IIT મુંબઇમાં ૨૭ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ટેકનોલોજી ફેસ્ટિવલ યોજાયેલ, જેના અંતર્ગત ટેકનોલોજી તથા ગણિત અને વિજ્ઞાનના મોડેલનું પ્રદર્શન રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે IIT મુંબઇ તરફથી અમરેલી જીલ્લાની શાળાના ૫ શિક્ષકો અને ૫ વિદ્યાર્થીઓને ભાગ લેવાની મંજૂરી મળેલ. જેમાંથી કુંકાવાવ તાલુકાની મોંઘીબા કન્યાશાળા વડીયાના શિક્ષક વિશાલભાઈ એસ.જોશી અને વિદ્યાર્થી રાજ એ. ઠુંમર, દીપશાળા પ્રોજેકટ મેનેજર હાર્દિક તથા કો-ઓર્ડીનેટર અલ્તાફખાનને ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વIIT BOMBAY અને પદ્મશ્રી પ્રો.ડો.ફાટકે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ અંતર્ગત સરસ કાર્ય બદલ અભિનંદન અને પ્રોત્સાહન આપ્યું. રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમમાં ભાગ લેવા મોંઘીબા કન્યાશાળાએ આભાર વ્યક્ત કર્યો હતો.