અમરેલી રેડક્રોસ સોસાયટી અને જિલ્લા પોલીસ દ્વારા આવતી કાલ રવિવારે તા. ૧રના રોજ સવારે ૯ કલાકે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં જિલ્લાના પોલીસ પરિવારો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. સુદર્શન હોસ્પિટલ દ્વારા દર્દીઓને આંખના નંબર વિનામૂલ્યે કાઢી આપવામાં આવશે. આ સર્વરોગ નિદાન કેમ્પનો પોલીસ પરિવારો લાભ લઇ શકશે, તેમ એક યાદીમાં જણાવાયું છે.