અમરેલી જિલ્લામાં આગામી તા. ૧૯ ને રવિવારના રોજ સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી પર૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આગામી તા. ૧૯ ના રોજ ચૂંટણી યોજાયા બાદ તા. ર૧ ને મંગળવારના રોજ જિલ્લાના વિવિધ તાલુકા મથકે મત ગણતરીનો પ્રારંભ થશે. જેમાં અમરેલીમાં કમાણી ફોરવર્ડ હાઇસ્કૂલ, વડિયામાં અ.હી. કન્યા વિદ્યાલય, લાઠીમાં તાલુકા પે સેન્ટર શાળા, બાબરામાં સરદાર પટેલ સંકુલ, સાવરકુંડલામાં કે.કે. હાઇસ્કૂલ, લીલીયામાં અમૃત બા વિદ્યાલય, ધારીમાં અરૂણ મૂંછાળા એન્જિનીયરીંગ કોલેજ, ખાંભામાં આઇ.ટી.આઇ. કચેરી, બગસરામાં ઝવેરચંદ મેઘાણી હાઇસ્કૂલ, રાજુલામાં ટી.જે.બી.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ અને જાફરાબાદમાં સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવનાર છે. દરેક સ્થળોએ મત ગણતરીનો પ્રારંભ સવારે ૯ કલાકે થશે. તેમજ પોસ્ટલ બેલેટથી મતદાનનો આજે છેલ્લો દિવસ હોવાથી પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.