અમરેલી જિલ્લામાં ઓકટોબર-ર૦ર૪ના માસમાં થયેલ ભારે વરસાદને કારણે જિલ્લાના દરેક ગામોમાં ખેતીના ઉભા પાકોને થયેલ નુકસાનીમાં અમરેલી જિલ્લાના ૬ર૭ ગામો પૈકી ૩૦૧ ગામોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ હકીકતમાં જિલ્લાના દરેક ગામોમાં મગફળી, કપાસ અને ખેતીપાકમાં ભારે નુકસાની થયેલ છે. આ સહાય પેકેજ અધુરૂ હોય જેના કારણે બાકી રહેલા ગામોના ખેડૂતોને આ પેકેજમાં સમાવેશ કરવા અને સહાય મંજૂર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રી, કૃષિમંત્રીને પત્ર પાઠવ્યો છે.









































