અમરેલી જિલ્લાના જજાની અન્ય જિલ્લાઓમાં બદલીઓ થતા જિલ્લા વકીલ મંડળ દ્વારા જજાને વિદાયમાન આપવા સ્નેહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બદલી પામેલા જજાને શાલ તથા પૂષ્પગુચ્છ અર્પણ કરી વિદાય આપવામાં આવી હતી. જજાએ અમરેલી જિલ્લામાં પોતાની ફરજ દરમિયાનના અનુભવો અને જિલ્લાના વકીલમિત્રોની કામગીરીની શૈલી વિશે વાત
કરી હતી.
ડિસ્ટ્રીક્ટ જજ બ્રહ્મભટ્ટ, સિનિયર એડવોકેટ વિસામણબાપુ વાળા, અમરેલી વકીલ મંડળના પ્રમુખ એલ.એન. દેવમુરારી તથા સેક્રેટરી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એડવોકેટ વિમલભાઇ ભટ્ટ દ્વારા શ્લોક બોલી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. એડવોકેટ સાજીદખાન પઠાણ દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું. તેમજ તાલુકા અને અમરેલીના સરકારી વકીલો વતી જયેન્દ્રભાઇ રાજ્યગુરૂએ પ્રવચન આપ્યું હતું. આ તકે સિનિયર એડવોકેટ ગીરીશભાઇ દવે, ઉદયનભાઇ ત્રિવેદી દ્વારા પ્રસંગોચિત પ્રવચન કરવામાં આવ્યું હતું અને જજા સાથેના પોતાના પ્રસંગોને વાગોળવામાં આવ્યા હતા. આભારવિધિ ઉપપ્રમુખ હિંમતલાલ સોલંકીએ કરી હતી. જિલ્લાના સૌથી સિનિયર અને ૧૦૦ વર્ષની આયુ પૂર્ણ કરનાર સિનિયર એડવોકેટ વિસામણબાપુ વાળાનું પ્રશÂસ્તપત્ર, મોમેન્ટો અને શાલ ઓઢાડી ડિસ્ટ્રીક્ટ જજ બહ્મભટ્ટ સાહેબ, મકરાણી સાહેબ, જાષી સાહેબ તથા સિનિયર વકીલ મિત્રોએ સન્માન કર્યું હતું. તમામ જજાએ પોતાનો અનુભવ વકીલ મિત્રો સાથે વાગોળ્યો હતો. આ તકે કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ સંગીત સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જજાને વકીલ મિત્રોએ લાગણીસભર વિદાય આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આનંદભાઇ ભટ્ટ તથા સ્નેહોત્સવ સંગીતના કાર્યક્રમનું સંચાલન સંજયભાઇ પંડ્યા તથા બીનાબેન શુકલની ટીમે કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારી, બાબરા, બગસરાના વકીલ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતાં.