અમરેલી જિલ્લાની પર૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયા બાદ આગેવાનોના પ્રયાસ અને ગ્રામજનોની એકતાને કારણે ૯૮ જેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. જેથી ૪ર૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાયા બાદ ગત તા.ર૧ના રોજ મતગણતરી હાથ ધરાતા જિલ્લાના નવનિયુકત સરપંચો ચૂંટાતા આ તમામ નવનિયુકત સરપંચોને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયાએ અભિનંદન પાઠવ્યા છે. આ તકે જિ.પં.પ્રમુખે જણાવ્યુ હતું કે, ચૂંટાયેલા તમામ સરપંચો ગામનો વિકાસ કરે અને ગામના પ્રશ્નો માટે સતત જાગૃત
રહે તેમજ પ્રયત્નશીલ રહે તેવો અનુરોધ કરી સરપંચોની
સાથે સભ્યોને પણ શુભકામના પાઠવી હતી.