અમરેલી જિલ્લાના બગસરા, કુંકાવાવ, કોલડા, નાના માચિયાળા ગામમાં રહેતા દેવીપૂજક, સરાણીયા, લુહારિયા, મુસ્લિમ, દલિત, બાબર વગેરે સમુદાયના વૃદ્ધ, અશક્ત, નિરાધાર અને ગંભીર રીતે બીમાર લોકો કે જે કામ નથી કરી શકતા તેવા ૨૫ અશક્ત પરિવારોને આ અવસ્થામાં કોઈની લાચારીના ભોગવવી ન પડે તે માટે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના અમરેલી જિલ્લાના સંયોજક રમેશભાઈ મકવાણા દ્વારા મિત્તલબેન અને ડિમ્પલબેનના માર્ગદર્શન હેઠળ જૂન માસની રાશનકિટ વિતરણ કરવામાં આવી હતી. રાશનકિટ મળતા જ ગરીબ પરિવારોમાં આનંદ છવાયો હતો.