રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થાને વિશેષ સુદ્દઢ બનાવવા તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલન થાય તે ઉદ્દેશ્ય સાથે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન અમલી છે. ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન વિશે વિગતવાર સમજ અને માર્ગદર્શન આપવા અમરેલી જિલ્લા પંચાયત દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ અમરેલી ખાતે તાલીમ યોજાઈ હતી. આ તાલીમ કાર્યકમમાં સાંસદ અને અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.