અઝીમ રફીક દ્વારા વંશીય ભેદભાવના આરોપો બાદ ક્રિકેટના ડિરેક્ટર માર્ટિન મોક્સન અને મુખ્ય કોચ એર્ન્ડ્યુ ગેલ સહિત યોર્કશાયરના સમગ્ર કોચિંગ સ્ટાફે રાજીનામું આપી દીધું છે. મોક્સને તણાવ સંબંધિત બિમારીના કારણે રાજીનામું આપ્યું હતું, જ્યારે ગેલ ૧૧ વર્ષ પહેલા કરેલા એક ટિવટ પર સુનાવણી બાકી હોવાથી ૯ નવેમ્બરથી સસ્પેન્શન હેઠળ છે.
યોર્કશાયરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે ક્રિકેટના ડિરેક્ટર માર્ટિન મોક્સન અને ટીમના વરિષ્ઠ કોચ એર્ન્ડ્યુ ગેલ સહિત કોચિંગ ટીમના તમામ સભ્યોએ ક્લબ છોડી દીધી છે.” રફીકે ક્લબ પર સંસ્થાકીય જોતિવાદનો આરોપ મૂક્યો હતો, જોતિવાદના મુદ્દાને સંભાળવા બદલ કાઉન્ટીની વ્યાપક ટીકા થઈ હતી અને તેણે પ્રાયોજકો ઉપરાંત હેડિંગ્લે ખાતે ઈંગ્લેન્ડની આંતરરાષ્ટ્રીય મેચોની યજમાની કરવાનો અધિકાર ગુમાવ્યો હતો.
આ કૌભાંડ બાદ, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે રંગભેદ સામે લડવા અને ક્રિકેટના તમામ સ્તરે સમાવેશ અને વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે ૧૨-પોઈન્ટનો એક્શન પ્લાન શરૂ કર્યો. ઇસીબી, મેરીલેબોન ક્રિકેટ ક્લબ,પ્રોફેશનલ ક્રિકેટ એસોસિએશન અને કાઉન્ટી ક્લબો દ્વારા સંયુક્ત રીતે વિકસિત આ સમાન, વિવિધતા અને સમાવેશ એક્શન પ્લાન હેઠળ અન્ય મહત્વની બાબતોમાં ડ્રેસિંગ રૂમ કલ્ચર, અન્ય સંસ્થાઓ વચ્ચે અને અહીં ભાર મૂકવામાં આવ્યો છે. બધા માટે આવકારદાયક વાતાવરણ બનાવવા પર રહેશે.