(એચ.એસ.એલ),બ્રાઝિલ,તા.૨૧
બ્રાઝિલમાં જી ૨૦ સમિટમાં ભાગ લેતી વખતે, ચીનના રાષ્ટÙપતિ શી જિનપિંગે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી હતી અને ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરી હતી. બ્રાઝિલિયામાં ચીની રાષ્ટ્રપતિનું સ્વાગત કરતાં, બ્રાઝિલના રાષ્ટÙપતિ લુઈસ ઈનાસિઓ લુલા દા સિલ્વાએ જિનપિંગની અપીલનો પુનરોચ્ચાર કર્યો અને યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે રોડમેપ પર ભાર મૂક્યો.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ કહ્યું, “જ્યારે આખું વિશ્વ અને રાજકીય સંઘર્ષોથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે બ્રાઝિલ અને ચીન મુત્સદ્દીગીરી અને સંવાદને પ્રથમ સ્થાને રાખે છે.” જિનપિંગે કહ્યું કે તેઓ શાંતિ માટે વધુ સમર્થન અને યુક્રેન સંકટના રાજકીય ઉકેલ માટે માર્ગ મોકળો કરવા માગે છે.
ચીની મીડિયા એજન્સીએ જણાવ્યું હતું કે, જિનપિંગે ગાઝામાં યુદ્ધવિરામ અને યુદ્ધનો વહેલી તકે અંત લાવવાની પણ હાકલ કરી હતી. યુક્રેનમાં શાંતિ માટે ચીન અને બ્રાઝિલના રોડમેપને રશિયાએ પણ સમર્થન આપ્યું હતું, પરંતુ યુક્રેને તેને ફગાવી દીધું હતું.યુએન સિક્યુરિટી કાઉન્સીલે ગાઝામાં તાત્કાલિક કાયમી યુદ્ધવિરામ માટેના ઠરાવ પર મતદાન કર્યું હતું, પરંતુ ઇઝરાયેલને ટેકો આપતા યુએસએ તેનો વીટો કર્યો હતો.
રાષ્ટ્રપતિ જિનપિંગની બ્રાઝિલની રાજ્ય મુલાકાતે એશિયા અને લેટિન અમેરિકાના સૌથી મોટા અર્થતંત્રો વચ્ચેના ગાઢ સંબંધો દર્શાવ્યા હતા. બંને નેતાઓએ કૃષિ, વેપાર, ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ સહિત ૩૫ સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ ૨૦૨૩ ની શરૂઆતમાં સત્તા પર પાછા ફર્યા પછી ચીન અને યુનાઇટેડ સ્ટેટ્‌સ બંને સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો.
જી૨૦ સમિટને ગ્રુપ ઓફ ૨૦ પણ કહેવામાં આવે છે. જી૨૦ ફોરમ આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય ય્૨૦ આર્થિક સ્થિરતા, વૈશ્વિક વેપાર, વૈશ્વિક પડકારો જેવા અનેક મુદ્દાઓ પર અભિપ્રાય નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ય્૨૦ માં કુલ ૧૯ દેશોનો સમાવેશ થાય છે (ભારત, યુએસએ, ચીન, રશિયા, બ્રાઝિલ, કેનેડા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, કોરિયા રિપબ્લિક, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે) અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.