ઝેડ-કેડ પબ્લિકેશન મનિષ પટેલ દ્વારા પ્રકાશિત ગુજરાતી ફિલ્મ જગતના લોકપ્રિય અભિનેતા અને નિવૃત્ત સરકારી અધિકારી જિતેન્દ્ર ઠક્કર દ્વારા લેખિત નવરી બજાર -૩ અને દાયકા સરકારમાં પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પરમ પૂજય માધવપ્રિયદાસજી સ્વામી ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે અસિતકુમાર મોદી, ભાગ્યેશ જહા, અનીસ માંકડ, મહેન્દ્રભાઈ ત્રિવેદી, તુષાર શુક્લ, મયુર વાકાણી, અરવિંદ બારોટ, અરવિંદ વેગડા, અભિલાષ ઘોડા સહિત નવરી બજાર ફિલ્મના કલાકારો હાજર રહ્યા હતા.