(એ.આર.એલ),અમદાવાદ,તા.૧૪
થોડા સમય પહેલા હરિધામ-સોખડાથી અલગ થયેલા આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબજા જાળવી રાખવાના પ્રબોધજીવન જુથના પ્રયાસને સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી એકવાર નિરાશા સાંપડી છે. આ બે મિલકતોમાં વચગાળાની રહેણાંક વ્યવસ્થા જાળવવાનો અધિકાર માગતી સ્પેશિયલ લીવ
પિટિશનમાં મે-૨૦૨૪ના આદેશ મુજબ સૂચવેલ વૈકલ્પક વ્યવસ્થાને નકારવા બદલ સુપ્રીમ કોર્ટે યોગી ડિવાઈન સોસાયટીને પ્રબોધજીવનદાસ ગ્રૂપ સામે કાનૂની કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના જÂસ્ટસ સુંદરેશ અને જÂસ્ટસ અરવિંદ કુમારની બેન્ચે આ આદેશ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં પ્રબોધજીવનદાસ ગ્રૂપના અમીષ સુરેશચંદ્ર દેસાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી લેટર પેટન્ટ અપીલ ફગાવી દેવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. મે-૨૦૨૪માં થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી સાથે અરજીને ફગાવી દીધી હતી કે કોઈ ચોક્કસ જગ્યાએ રહેવાનો સાધુઓનો આગ્રહ માન્ય નથી.સુપ્રીમ કોર્ટમાં ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર અલગ થયેલા જૂથને વૈકલ્પક વ્યવસ્થાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ એક અલગ જૂથે આનો નકારાત્મક જવાબ આપ્યો. તેથી, ટ્રસ્ટે નામદાર સુપ્રીમ કોર્ટ પાસેથી માર્ગદર્શન અને સ્પષ્ટતા માંગી હતી. આ એપ્લકેશન તાજેતરની છે. ૮ નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે પ્રબોધજીવન જુથા દ્વારા વૈકÂલ્પક વ્યવસ્થાના અસ્વીકાર પર કડક વલણ અપનાવ્યું અને ટ્રસ્ટને મિલકતો ખાલી કરવા માટે કાનૂની કાર્યવાહી કરવાની મંજૂરી આપી. તેમ આત્મીય વિશ્વવિદ્યાલયની યાદીમાં જણાવાયું છે.