હાલના દિવસોમાં સાઉથના સ્ટાર્સ બોલિવૂડમાં જોવા મળે છે અને બોલિવૂડ સ્ટાર્સ સાઉથની ફિલ્મોમાં જોવા મળે છે. એક તરફ, જુનિયર એનટીઆર હવે આગામી બહુપ્રતિક્ષિત બોલિવૂડ ફિલ્મ વોર ૨ માં રિતિક રોશન સાથે જોવા મળશે. સૈફ અલી ખાન, જાન્હવી કપૂર અને કિયારા અડવાણી સાઉથની ફિલ્મોમાં જોવા મળશે.
સાઉથની બહુચર્ચિત ફિલ્મ દેવરામાં સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. વેલ, આ સાઉથની ફિલ્મ પહેલા પણ સૈફ અલી ખાન સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે. સૈફે આદિપુરુષમાં રાવણનો રોલ કર્યો છે. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી, પરંતુ ફિલ્મમાં સૈફના પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. હવે સૈફ દેવરા ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે ટક્કર કરતો જોવા મળશે. આ ફિલ્મમાં બંને વચ્ચે જોરદાર લડાઈ જોવા મળશે.
હવે વાત કરીએ જાન્હવી કપૂરની. જાહ્નવી ફિલ્મ દેવરા દ્વારા સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં જાન્હવી ઇઇઇ ફેસ સ્ટાર જુનિયર દ્ગ્ઇ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મના ઘણા રોમેન્ટીક ગીતો રિલીઝ થયા છે, જેણે દેવરા વિશે ચાહકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. આ ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હવે ગેમ ચેન્જર ફિલ્મની વાત કરીએ તો સાઉથની આ ફિલ્મમાં કિયારા અડવાણી જોવા મળશે. આ ફિલ્મમાં કિયારા એક્ટર રામ ચરણ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મના ઘણા રોમેન્ટીક ગીતો રિલીઝ થયા છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા છે. ફિલ્મમાં રામ ચરણ એક કરતાં વધુ પાત્રોમાં જોવા મળશે. ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હવે કૃતિ સેનનની વાત કરીએ તો કૃતિ આ પહેલા સાઉથની ફિલ્મ આદિપુરુષમાં જોવા મળી ચૂકી છે. આ ફિલ્મમાં પ્રભાસે ભગવાન રામનો રોલ કર્યો હતો જ્યારે સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કૃતિએ માતા સીતાનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી.