દિવાળીના તહેવાર દરમિયાન સાહેર સુલેહ શાંતિ ડહોળાય તેવી પોસ્ટ કરનારા છત્તીસગઢના આઇએનસી(ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ)ના અધ્યક્ષ દિપક બૈજ વિરૂધ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી દિપક બૈજે બિલાસપુર જિલ્લા હોસ્પિટલનો એક શખ્સના અકસ્માતનો વીડિયો પોસ્ટ કરેલો હોવા છતા હેન્ડલર દ્વારા અકસ્માત બાદ દર્દીને લાવવામાં આવ્યો જ્યાં જગ્યા ન મળતા દર્દીએ ફર્શ પર તડપી તડપીને જીવ આપી દીધો. એવી પોસ્ટ મુકી હતી.
આ વીડિયો ગુજરાતનો હોવાનું જણાવાયું છે. આમ કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર ગુનાહિત ઈરાદાથી ગુજરાત સરકારની સ્વાસ્થય સેવાની પ્રતિષ્ઠાને હાનિ થાય તેમજ ગુજરાતની સ્વાસ્થ્ય સેવા ઉપરથી ગુજરાતની આમ જનતાનો ભરોસો ઓછો થાય તેમજ ધિક્કાર અને દ્વેષની લાગણી ઉદ્દભવે તેવા આશયથી ખોટી પોસ્ટ કરી વીડિયો વાયરલ કર્યો હતો. જેને પગલે આરોપી દિપક બૈજ વિરૂધ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.