અમરેલી જિલ્લામાં મકાન, દુકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ સહિતની જગ્યા ભાડે આપતા પહેલા માલિકે ભાડુઆતના આધાર પુરાવા મેળવી સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડશે. માલિકે પોલીસ સ્ટેશનમાં નિયત નમૂનાનું ફોર્મ ભરી જરૂરી વિગતો આપવાની રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમનો અમલ સમગ્ર અમરેલી જિલ્લામાં ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી રહેશે.







































