બગસરા નજીક આવેલા જાળીયા ગામ પાસે પુલનું કામ ચાલી રહ્યુ છે જેથી હાઈવે ઓથોરિટીએ બાજુમાં ડાયવર્ઝન કાઢ્યુ છે. પરંતુ ડાયવર્ઝનમાં નાખવામાં આવેલી માટીમાં છેલ્લાં ત્રણ દિવસથી ટ્રક ફસાવાની સમસ્યા રહેતા વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. બગસરા નજીક આવેલા જાળીયા ગામ પહેલા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી બાજુમાં વાહનોને પસાર થવા માટે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનમાં માટીનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યુ ન હોવાથી છેલ્લાં ત્રણ દિવસથી ટ્રક ફસાઈ જાય છે જેના કારણે વાહનોની લાંબી કતારો લાગે છે. આ બાબતે હાઈવે ઓથોરિટીને પણ ફરિયાદ કરવામાં આવતા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. બગસરા સહિતના પંથકમાંથી મગફળીના ટ્રક સહિત લોડીંગવાળા ટ્રક ફસાતા હોવાથી ટ્રકચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.