ભાવનગરમાં રહેતી અને ર્નસિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થી જાળીયા ગામે પીએચસી સેન્ટરમાં એક મહિનાની તાલીમ માટે આવી હતી. જે બાદ તે કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. બનાવ સંદર્ભે ભાવનગરમાં રહેતા પ્રભાશંકર માવજીભાઈ જાષી (ઉ.વ.૬૨)એ જાહેર કર્યા મુજબ, તેમની દિકરી બગસરા ર્નસિંગનો અભ્યાસ કરતી હતી અને જાળીયા ગામે પીએચસી સેન્ટરમાં એક મહિનાની તાલીમ માટે આવી હતી. અહીંથી તે કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એેએસઆઈ એમ ડી જોષી વધુ તપાસ કરી રહ્યા છે.










































