અમરેલીના જાળીયા ગામે એક પિતાએ તેના પુત્રને ઘોડી લઈને બહાર સવારી કરવા જવાની ના પાડતાં લાગી આવ્યું હતું અને ઝેરી દવા પીધી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ભોગ બનનાર સગીરના ઘરે માલઢોર તથા ઘોડી છે. તેના પિતાએ ઘોડી લઈને બહાર સવારી કરવા જવાની ના પાડતાં લાગી આવ્યું હતું અને ઝેરી દવા પી લીધી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી.જોષી વધુ તપાસ કરી રહ્યા છે.