અમરેલી જિલ્લાના જાળીયા ગામે આવેલી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની શાખામાં ચોરીનો પ્રયાસ કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે મોટા માંડવડા ગામે રહેતા ભદ્રેશભાઈ જીવરાજભાઈ માલવીયા (ઉ.વ.૫૦)એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અમરેલી તાલુકાના જાળીયા ગામમાં પ્રાથમિક શાળા સામે જ્યંતીભાઇ પરસોતમભાઇ વાગડીયાના મકાનમાં ધી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બ્રાન્ચમાં તા.૧૦/૦૭/૨૦૨૫ ના સાંજના સવા છ વાગ્યાથી તા.૧૧/૦૭/૨૦૨૫ ના ૦૭/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોએ બિલ્ડીંગના પ્રવેશદ્વાર આગળ ફીટ કરેલ લોખંડની ગ્રીલનું તાળું તોડી રાત્રીના સમયે બેન્કના બિલ્ડીંગમાં પ્રવેશ કરી બેંકમાં ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. જોષી વધુ તપાસ કરી રહ્યા છે.