અમરલી તાલુકાના જાળીયા અને કેરાળા ગામે છેલ્લાં ઘણા સમયથી ચિકનગુનીયા અને ડેન્ગ્યૂ જેવા ભયંકર રોગોએ માથુ ઉંચકયું હોવાથી ઘેર-ઘેર માંદગીના ખાટલા જાવા મળી રહ્યાં છે. નાના એવા ગામમાં રોગચાળો ફાટી નિકળતા સાંસદ નારણભાઈ કાછડીયાએ આ બાબતે માહિતી મેળવી રોગચાળો નાબૂદ કરવા અંગે કલેકટર ગૌરાંગ મકવાણા સાથે ચર્ચા હાથ ધરી હતી જેમાં જાળીયા અને કેરાળા(વીરડીયા)ગામે આરોગ્ય વિભાગની ઉચ્ચ કક્ષાની ટીમો મૂકી ડોર ટુ ડોર સર્વે કરી બંને ગામોમાં ઝડપથી રોગચાળો નાબૂદ થાય તેવા પગલા લેવા તાકિદ કરી હતી.