ગીર ગઢડા તાલુકાના ગીર ગઢડાથી જામવાળા તેમજ જામવાળાથી આકોલવાડી સુધીના રોડ ઉપર કોઈ જગ્યાએ સ્પીડ બ્રેકર ઉપર ઝીબ્રા ક્રોસિંગનાં નિશાન ન કરાતા ગંભીર અકસ્માત થવાની શક્યતા છે. એટલું જ નહીં કેટલાક ટુવ્હીલ અને ફોર વ્હીલનાં અકસ્માત થયાનાં પણ અહેવાલ છે.
આ રોડ ઉપર કોઈ જગ્યાએ રેડિયમવાળી પટ્ટી લગાવવામાં આવી નથી જેના કારણે અકસ્માત થાય છે. આ બાબતે તંત્ર તાત્કાલિક કોઈ પગલા લે તેવી લોકમાંગ ઉઠી છે. નોંધનીય છે કે હાલમાં વેકેશન હોવાથી પ્રવાસીઓ આવતા હોય જેને ધ્યાનમાં લઇ તાત્કાલિક રેડિયમ પટ્ટી તેમજ જીબ્રા ક્રોસિંગનું કામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.