જામબરવાળા પ્રા. શાળાનાં વિજ્ઞાનનાં શિક્ષક ચિરાગભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ તા.ર૧-રર/ ૦૯/ર૦ર૪ ના રોજ ગિરનાર પબ્લીક સ્કૂલ, જૂનાગઢ મુકામે યોજાયેલ ૧૮ મા ગુજરાત રાજય ગણિત મહોત્સવમાં મેથ્સ ઈનોટીવ મોડલ પ્રેઝન્ટેશન સ્પર્ધામાં કુબાવત ખુશી અને ચૌહાણ તન્વીએ ભાગ લીધો હતો. તેમજ રાજયમાં રર જિલ્લાઓએ ભાગ લીધેલ હતો. આ વિભાગમાં ૬૦ જેટલા મેથ્સ મોડલનું પ્રેઝન્ટેશન થયુ હતું. જેમાંથી જામબરવાળા પ્રા. શાળાની આ બે બાળાએ પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ તકે તા.૩૦ના રોજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, ચલાલા મુકામે યોજાયેલ કાર્યક્રમમાં આ બંને બાળા અને માર્ગદર્શક શિક્ષક ચિરાગભાઈ ગજેરાનું શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.