(એ.આર.એલ),જામનગર,તા.૧૪
જામનગર ગ્રામ્ય પંથકના દોઢિયા ગામે અને મોડાગામે નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવાનના ડુબી જતાં મૃત્યુ થયા હતાં. તહેવાર ટાણે જ દુર્ઘટના બનતા ગામ લોકોમાં શોક છવાયો છે. જામનગર તાલુકાના દોઢીયા ગામમાં આવેલી નદીમાં ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરતી વેળાએ એક યુવાન નદીના પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મૃત્યુ નીપજયું હતું, જેથી ભારે કરુણાંતિકા સર્જાઇ હતી.જામનગરમાં ખડખડ નગર વિસ્તારમાં રહેતો અને બાંધકામની મજૂરી કરતો જયેન્દ્રભાઈ ભાણજીભાઈ કટારીયા નામનો ૩૦ વર્ષ નો યુવાન તેમજ અન્ય આસપાસના રહેવાસીઓ ગઈકાલે ખડખડ નગર વિસ્તારમાં સ્થાપિત કરાયેલી ભગવાન ગણેશજીની મૂર્તિ ને વિસર્જિત કરવા માટે જામનગર તાલુકાના લોઠીયા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરની પાસેની નદીમાં ગયા હતા. જ્યાં કેટલાક યુવાનો સહિતના પરિવારજનો ગણપતિની મૂર્તિ ને નદીના પાણીમાં વિસર્જિત કરવા માટે ઉતરતાં પાણી ઊંડું હોવાના કારણે જયેન્દ્ર કટારીયા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવને લઈને અન્ય લોકોમાં ભારે અફડા તફડી મચી ગઈ હતી, અને બુમાબુમ કરી મૂકી હતી. પરંતુ કોઈને તરતાં આવડતું ના હોવાથી જયેન્દ્રભાઈ ને બચાવી શક્યા ન હતા. દરમિયાન આસપાસના ગ્રામજનો વગેરેને બોલાવીને નદીના પાણીમાં શોધખોળ કરતાં આખરે જયેન્દ્રભાઈ કટારીયા નો મૃતદેહ જ પાણીમાંથી બહાર આવ્યો હતો.જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતો અજયસિંહ વનરાજસિંહ જાડેજા નામનો ૨૫ વર્ષ નો યુવાન મોડા ગામની નદીમાં ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરતી વેળાએ અકસ્માતે નદીના પાણીમાં ડૂબ્યો હતો. જે યુવાનને પાણીમાંથી બહાર કાઢીને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. આ બનાવની જાણ થતાં પંચકોશી બી. ડીવીઝન નો પોલીસ સ્ટાફ બનાવના સ્થળે તેમજ હોÂસ્પટલે દોડતો થયો છે, જ્યારે મૃતક યુવાનના પરિવારજનો તથા મિત્ર વર્તુળ વગેરેમાં ભારે શોક નું મોજું ફરી વળ્યું
આભાર – નિહારીકા રવિયા છે.