જામનગર તાલુકાના સિક્કા- સરમત ગામના એક પરિવારના અને કુટુંબીજનોના ૧૧ જેટલા સભ્યો આજે વહેલી સવારે એક બોલેરોમાં બેસીને બોટાદ તરફ લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યા હતા.
જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લાની જોખમી ગોળાઈ પાસે સવારે બોલેરો પલટી મારી ગયો હતો. ઉપરોક્ત અકસ્માતમાં બોલેરોની અંદર બેઠેલા લોકોએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી. જેમાં માલાભાઈ પરમાર નામના ૫૦ વર્ષના એક આધેડનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નીપજયું હતું.