જામનગરમાં ૩ માળની બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થયો છે. ફસાયેલા એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે. જાકે, સારવાર દરમિયાન ઈજાગ્રસ્તનું મોત થયું છે.
જામનગરમાં ૩ માળની બિલ્ડીંગ સાધના કોલોની આવાસનો એક ભાગ ધરાશાયી થયો હતો. બિલ્ડીંગ પડતા ફસાયેલ ૧ વ્યકિતને ફાયર વિભાગની ટીમે બહાર કાઢવામાં આવ્યો હતો, ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અગાઉ બિલ્ડીંગ પડવાથી ૩ લોકોના મૃત્યુ થયા હતા. એક વર્ષ પહેલા ત્રીસેક વર્ષ જૂની બિલ્ડીંગ ધરાશાયી થતાં ૩ લોકોના મોત નિપજ્યા હતા. જામનગર મ્યુનિ., વહીવટીતંત્ર એને પોલીસે જર્જરીત હાલતમાં આવાસ તંત્ર ખાલી કરાવ્યા હતા.
સુરત શહેરના સચિન વિસ્તારના પાલીગામમાં ગ્રાઉન્ડ પ્લસ છ માળની બિલ્ડીંગ ઘરાશાઈ થઈ તૂટી પડતાં નાસભાગ મચી ગઈ હતી. બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હતા. પાલીગામમાં પાંચ વર્ષ અગાઉ આ બિલ્ડીંગનું બિલ્ડર દ્વારા નિર્માણકાર્ય કરવામાં આવ્યું હતું. જે બિલ્ડીંગમાં શ્રમજીવી વર્ગના લોકો વસવાટ કરી રહ્યા હતા.