જામનગરમાં આજે સવારે બે(૨) જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં પટણીવાડ વિસ્તારમાં રહેતા બે જૂથો સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં એક જૂથે બીજા જૂથના ઘરને આગ ચાંપી દીધી હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આગ ચાંપવાના કારણોની તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવી છે. આ હિંસક અથડામણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાથી ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
અગાઉ પણ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં લોઠીયામાં યોજાતા પરંપરાગત મેળામાં થયેલી બબાલનો ખાર રાખી બે જૂથ વચ્ચે છરીઓ ઉડતા ચાર શખ્સ ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બનાવના પગલે હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંને બાજુથી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. બનાવના પગલે લોકોના ટોળા હોસ્પિટલમાં ઉમટ્યા હતા.