જામનગર પોલીસ માટે શરમજનક ઘટના સામે આવી છે. પોલીસે જપ્ત કરેલ દારૂના મુદ્દામાલની ચોરી થઈ છે. જોમનગર પોલીસ હેડક્વાર્ટરમાંથી વિદેશી દારૂની ૩૧૭ બોટલ અને ૭ નંગ બિયરની ચોરી થઈ. એ પણ ૧૩ વર્ષના ટેણિયાએ દારૂના જથ્થાની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે.
આજે જોમનગર પોલીસ માટે ફરી એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે મુદ્દામાલ રૂમમાંથી અંગ્રેજી દારૂની ૩૧૭ બોટલ અને ૭ નંગ બિયરની ચોરી થઈ છે. પોલીસે ખુદ ફરિયાદી બની ૧૩ વર્ષના એક કિશોર સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યુ કે, પોલીસ હેડ ક્વાર્ટરમાં પકડાયેલો દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાંથી ૩ લાખ ૫૫ હજોર ૫૦૦ રૂપિયાના દારૂની બોટલની ચોરી થઈ છે. આ મામલે પોલીસ ક્વાર્ટરમાં જ રહીને અભ્યાસ કરતા ૧૩ વર્ષના કિશોર સામે સવાલો ઉઠ્‌યા છે. બી ડિવિઝને આ મામલે તપાસ શરૂ કરી છે અને ૧૩ વર્ષના કિશોર સામે ફરિયાદ નોંધાવી છે.
લોકોની સુરક્ષા કરતું પોલીસ તંત્રને તેના જ હેડ ક્વાર્ટર ખાતે રાખેલ દારૂના વિશાળ જથ્થાની ચોરી કરી કિશોરે પોલીસને જોણે પડકાર ફેંક્યો હોય તેમ આ ઘટના બની છે. જો કે, આ ઘટના સામે આવતા શહેરભરમાં પોલીસની આબરુના ધજોગરા ઉડ્યા છે. આ ચર્ચાએ જોર પકડ્યું છે.