ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે ગુજરાત રાજ્ય પણ હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાન દ્વારા ભારતીય ક્ષેત્રમાં સતત ડ્રોન અને મિસાઈલ હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર પણ ફૂલ આન એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત સરકારે લગભગ તમામ વિભાગો જેવા કે આરોગ્ય, મહેસૂલ અને પોલીસ વિભાગના કર્મચારીઓની રજા રદ્દ કરી છે.

આ વચ્ચે આજે સવારથી જ સોશિયલ મીડિયા પર એક સમાચાર વહેતા થાય હતા કે જામનગરમાં વહેલી સવારે એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. અને તેને તાત્કાલિક ધોરણે તોડી પડાયું હતું. અને જામનગરમાં આ ડ્રોનના પગલે બ્લેક આઉટ પણ કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સમાચારને લઈને એક મોટા સમાચાર એ સામે આવ્યા છે કે એ સમાચાર માત્ર અફવા છે. જામનગર કંટ્રોલ રૂમ દ્વારા આ માહિતીનું ખંડન કરવામાં આવ્યું છે. અને આવું કોઈ ડ્રોન તોડી પાડવાની વાતને માત્ર અફવા ગણાવી છે. ત્યારે આવા કોઈ સમાચાર પર ભરોસો ના કરવા લોકોને અપીલ કરી છે.

આ સાથે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે અને ગુજરાતના કચ્છ જિલ્લાને હાઇ એલર્ટ જાહેર કરાયું છે. ભુજ એરપોર્ટ પણ બંધ કરાયું છે. ત્યારે લોકોને ખાસ અપીલ છે કે કોઈપણ સમાચારની પુષ્ટિ કે સત્યતાની ખાતરી કર્યા વગર કોઈ પણ સમાચારને ફેલાવવા નહીં. આ સમયમાં અરાજકતા ફેલાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. અને તમારા ફોનમાં આવતા ફોરવર્ડ મેસેજને કોઈને પણ ફોરવર્ડ કરતાં પહેલા કે તમત સોશિયલ મીડિયા પર શેર કરતાં પહેલા તેની ૧૦૦% ચકાસણી કરવી. આ સમયે સૌથીવધુ વીડિયો આવા વાયરલ થતાં હોય છે માટે ચોકસાઇ રાખવી એ દરેક નાગરિકની ફરજ છે.