છેલ્લા કેટલાક દિવસથી અંબાણી પરિવાર જામનગરમાં છે. જ્યાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ છે. અંબાણી પરિવારે આ પ્રસંગે કેટલાક કાર્યક્રમો માટે જે જગ્યાની પસંદગી કરી છે એ રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશિપ પણ અદ્ભુત ખાસિયત ધરાવે છે. સૌની નજર આ પ્રસંગ પર છે, પંરતું અનંત-રાધિકાના લગ્નની મજા વરસાદ બગાડી શકે છે. એક તરફ ભપકાદાર પ્રી-વેડિંગ છે અને બીજી તરફ વરસાદની આગાહી છે. માર્ચ મહિનામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાંઆવી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્નના કાર્યક્રમ આજથી જામનગરમાં શરૂ થઈ ગયા છે. જે ૩ માર્ચ સુધી આયોજિત રહેશે. આ વચ્ચે બગડેલું મોસમ મોટી મુશ્કેલી પેદા કરી શકે છે. આગાહી કહે છે કે, દ્વારકા, જામનગર, પોરબંદર, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, મહેસાણામાં વરસાદની શક્યતા છે. લગ્નના ફંક્શન અને વરસાદની આગાહી વચ્ચે કેવું રહેશે મોસમનો મિજાજ તે જાઈએ.
ભવિષ્યવાણી મુજબ, ગુજરાતના જામનાગરમાં ૧ થી ૧ માર્ચ સુધી વરસાદની શક્યતા છે. આગામી ૨૪ કલાકની આગાહી અનુસાર, જામનગરમાં હાલ તો મોસમ એકદમ સ્વચ્છ છે. પરંતુ તેને બગડતા વધારે સમય નહિ લાગે. બગડતા મોસમ વચ્ચે જામનગરમાં ૧ માર્ચથી ૩ માર્ચ સુધી અનંત અંબાણીના પ્રી-વેડિંગનું આયોજન કરાયું છે.
તાપમાનની વાત કરીએ તો, જામનગર શહેરનું ન્યૂનતમ તાપમામ ૧૯ ડિગ્રી સેÂલ્સયસ અને મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત જામનગરના મોસમમાં ઉતાર-ચઢાવ જાવા મળશે. જામનગરના વાતાવરણમાં મોટો પલટો જાવા મળશે. સવારની સરખામણીમાં જામનગરનું તાપમાન ૩૩ થી ૩૪ ડિગ્રી સેÂલ્સયસ સુધી જઈ શકે છે. સાંજ થવા પર તાપમાનમાં એકવાર ફરીથી ઘટાડો આશે. તો આવતીકાલે શનિવારે ૨ માર્ચના રોજ વાદળછાયુ વાતાવરણ રહેશે.
એ યાદ રહે કે જાણીતા ઉદ્યોગપતિ અને દેશના સૌથી ધનિક વ્યÂક્ત મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં યોજાઇ રહી છે. ૧ માર્ચથી ૩ માર્ચ ૨૦૨૪ સુધી જામનગરમાં જ આ ઉજવણી થવાની છે. જેમાં દેશ વિદેશના જાણીતા મહેમાનો પણ હાજરી આપવાના છે. દુનિયાનું સૌથી મોટુ ઝૂ પણ જામનગરમાં જ આવેલુ છે, ત્યારે સૌ કોઇના મનમાં પ્રશ્ન છે કે શું આ મહેમાનો માટે દુનિયાના સૌથી મોટા ઝૂને જાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે?
તાજેતરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પ્રાણીઓના પુનર્વસનને સમર્પિત પ્રોજેક્ટ ‘વનતારા’ લોન્ચ કર્યો. રિલાયન્સના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટમાં વનતારા માટે ૩,૦૦૦ એકર જગ્યા આપવામાં આવી છે. આ વિસ્તારને લીલાછમ જંગલ જેવો વિકસાવવામાં આવ્યો છે. વનતારા પ્રાણીઓને સમર્પિત દેશમાં તેના પ્રકારનો પ્રથમ કાર્યક્રમ છે. આ વિસ્તારને દુનિયાનું સૌથી મોટુ પ્રાઇવેટ ઝૂ પણ માનવામાં આવે છે.
આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૨૦૦ હાથીઓ સહિત હજારો પ્રાણીઓને બચાવવામાં આવ્યા છે. તેમાં તમામ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપોનો સમાવેશ થાય છે. ગેંડા, ચિત્તો અને મગર સહિત અનેક પ્રજાતિઓનું પુનર્વસન પણ કરવામાં આવ્યું છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઉપેક્ષિત પ્રાણીઓને અહીં લાવવામાં આવ્યા છે અને તેમની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.
દુનિયાના સૌથી મોટા આ પ્રાણી-પક્ષીઓ આરક્ષિત કરાયેલા જામનગરના વિસ્તારને જાવાની ઇચ્છા સૌ કોઇને હોય. અનંત અંબાણીના લગ્ન પણ અહીં જ થવાના છે, ત્યારે સૌ કોઇને પ્રશ્ન થઇ રહ્યો છે કે શું અહીં આવનારા મહેમાનો પણ આ જંગલ સફારીની મુલાકાત લેશે ? એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા અનંત અંબાણીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો.
અનંત અંબાણીએ જણાવ્યુ હતુ કે, અનંત અંબાણીએ સ્પષ્ટતા કરી છે કે જામનગરમાં તેમના લગ્ન પહેલાના તહેવારોમાં હાજરી આપનારા મહેમાનો માટે કોઈ વાઈલ્ડલાઈફ જંગલ સફારી નહીં હોય. અનંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે સફારી સંપૂર્ણપણે શૈક્ષણિક અને સેવાના હેતુઓ માટે છે, જેમાં મનોરંજન માટે કોઈ વન્યપ્રાણીઓનો સંપર્ક કરવામાં આવતો નથી.
અનંત અંબાણીએ જણાવ્યું હતું કે “લગ્ન પૂર્વેના તહેવારો માટે આવતા મહેમાનો માટે કોઈ વાઈલ્ડલાઈફ જંગલ સફારી નથી. સફારી માત્ર શૈક્ષણિક હેતુઓ માટે છે, મનોરંજન માટે નહીં. શિક્ષણ અને સેવામાં રસ ધરાવતા લોકોનું તેમાં જાડાવા માટે સ્વાગત છે.”