જામનગર ખાતે આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત યોજાયેલી સૌરાષ્ટ્ર ઝોન અંડર–૧૭ રસ્સાખેંચ (ભાઈઓ) સ્પર્ધામાં અમરેલી જિલ્લાની ટીમે શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિજયમાં અમરેલી જિલ્લાના ચિતલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના ૬ ખેલાડીઓનું યોગદાન વિશેષ નોંધનીય રહ્યું છે. આ વિજેતા ખેલાડીઓમાં કર્મ નાકરાણી, બોરીચા કરણ, વાળા વિશ્વરાજ, ડેર જસ્મીત, પરમાર આદિત્ય અને સાવલિયા તીર્થનો સમાવેશ થાય છે. વિજેતા ખેલાડીઓએ મેદાન પર ઉત્તમ જિગર, શક્તિ, એકતા તથા રમતની ભાવનાનું પ્રદર્શન કરી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ સ્વામિનારાયણ ગુરુકુળ, ચિતલ પરિવાર, કોચ તેમજ માર્ગદર્શકો દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી ભાવિ ક્રીડાજીવન માટે શુભેચ્છાઓ આપવામાં આવી છે.









































