હાર્દિક પટેલ પછી ગુજરાતનાં રાજકારણમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નામ હોય તો તે છે, એક બીનરાજકીય પાટીદાર નેતા નરેશ પટેલ. નરેશ પટેલના કોંગ્રેસમાં આગમન ને લઈ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. જા કે પ્રશાંત કિશોર સાથે કોંગ્રેસનું ગઠબંધન નહીં થતાં હાલ નરેશ પટેલના કોંગ્રેસમાં જાડાવા પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું હોય તેમ લાગી રહ્યું હતું.
જા કે નરેશ પટેલ એક મજબૂત પાટીદાર નેતા છે. તો સાથે ખોડલ ધામ ના પ્રમુખ અને પાક્કા ધંધાદારી વ્યક્તિ છે. હવે કોંગ્રેસ પ્રકરણ પર પૂર્ણ વિરામ મુક્તા હોય તેમ તેમણે ભાજપ તરફ પોતાનો ઝુકાવ જાવા મળી રહ્યો છે. રાજકારણમાં જાડાવવાની ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં ભાજપના નેતાઓ સાથે નરેશ પટેલ જાવા મળ્યા હતા. ભાજપ ધારાસભ્ય હકુભા જાડેજા પરિવાર આયોજિત ભાગવત સપ્તાહમાં નરેશ પટેલે હાજરી આપી હતી. જા કે ભાજપ-કોંગ્રેસના દિગગજ નેતાઓએ પોથીયાત્રામાં હાજરી આપી હતી.
જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અલ્પેશ ઠાકોર, વરુણ પટેલે હાજર રહ્યા હતા. કોંગ્રેસના વિક્રમ માડમ સહિતના નેતાઓએ પણ હાજરી આપી હતી. આજથી જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય હકુભા જાડેજાના પરિવાર દ્વારા આ ભાગવત સ્પ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. હેલીકોપ્ટરથી પોથીયાત્રા પર પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી.
એક મોટા સામાજિક નેતાની ઓળખ સાથે નરેશ પટેલ એક સફળ બિઝનેસમેન પણ છે. એક પણ ચૂંટણી નહીં લડવા છતાય નરેશ પટેલ રાજકીય રીતે મહત્વની વ્યક્તિ ગણાય છે. કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ તેમને આમંત્રણ આપ્યું હતું. તો ભાજપ પણ નરેશ પટેલ હરીફ છાવણીમાં ન જાડાય તે માટે પ્રયાસ કરી રહી છે.