જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી કે જેઓ પ્રસૂતિ અર્થે પોતાના ભાઈના ઘેર આવ્યા હતા, જ્યાં ભાઈબીજના દિવસે તેઓનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું હતું, જેના આઘાતમાં મહિલા પોલીસ કર્મચારીના પતિએ પણ વિજરખી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી કે જેઓ પ્રસૂતિ અર્થે પોતાના ભાઈના ઘેર આવ્યા હતા, જ્યાં ભાઈબીજના દિવસે તેઓનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું હતું. માત્ર ૩૩ વર્ષની વયના મહિલા પોલીસ કર્મચારીના મૃત્યુના સમાચારથી પરિવારજનો સ્તબ્ધ બન્યા હતા. આ આઘાતની પળો હેઠળ મહિલા પોલીસ કર્મચારીના પતિએ પણ વિજરખી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો છે.
જામનગરમાં ગોકુલ નગર નજીક શ્યામ નગર શેરી નંબર -૨ માં રહેતા અને મહિલા પોલીસ મથકમાં મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા સેજલબેન જાગેશભાઈ નકુમ કે જેઓ તાજેતરમાં જ મેટરનીટી લીવ પર ઉતર્યા હતા, અને છેલ્લા બે મહિનાથી તેઓ પોતાના માવતરે પ્રસુતિ અર્થે ગોકુલ નગર રહેવા માટે આવ્યા હતા.જ્યાં ભાઈબીજના તહેવારના દિવસે જ સવારે ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં બાથરૂમમાં નાહવા માટે જતાં તેઓને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને સેજલબેન નું મૃત્યુ નીપજ્યું હતું. તેઓના લગ્ન માત્ર અઢી વર્ષ પહેલા થયા હતા, અને પ્રસુતિ
આભાર – નિહારીકા રવિયા અર્થે પોતાના માવતરે આવ્યા બાદ આજથી બે મહિના પહેલાં તેઓએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. જે બે માસની પુત્રી સાથે પોતાના માતાના ઘેર રોકાયા હતા, જે દરમિયાન આ બનાવ બની જતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ છે.
આ બનાવ બાદ પતિ જાગેશભાઈ પરસોત્તમભાઈ નકુમ કે જેઓ પણ આઘાતમાં ચાલ્યા ગયા હતા. તેઓ ગઈકાલે લાભ પાંચમના તહેવારના દિવસે વિજરખી ડેમ પર પહોંચ્યા હતા, અને ત્યાં મોડી સાંજે ડેમના પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ આઘાતમાં સરી પડેલા પતિએ પણ જિંદગી ટૂંકાવી હતી. આ બનાવ બાદ પરિવારમાં ભારે અરેરાટી ફેલાઇ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોÂસ્પટલ ખસેડાયો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.