(એ.આર.એલ),જામનગર,તા.૧૩
જામનગરમાં મોડી રાત્રે ૮૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જાવા મળી છે.ધાર્મિક પ્રસંગમાં પ્રસાદી લીધા બાદ આ અસર જાવા મળતા તાત્કાલિક સારવાર હેઠળ સરકારી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે.૮૦માંથી ૫૦ તો બાળકો જ છે જેને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે તેમજ તેમના રીપોર્ટ પણ કઢાવામાં આવ્યા છે.જામનગમાં ધાર્મિક પ્રસંગમાં એક મોટી ઘટના બની ગઈ છે જેમાં પ્રસાદ લીધા બાદ ૮૦ લોકોને વોમિટીંગ અને ચક્કર આવવાની ફરિયાદ સામે આવતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા છે.૫૦ બાળકો છે જેમને પહેલા સારવાર આપવામાં આવી છે,મહત્વનું છે કે,દર્દીઓએ આક્ષેપ કર્યો છે કે,બેડની અછત હોવાના કારણે થોડીવાર સારવાર લેવામાં તકલીફ પડી હતી,અમુક વ્યકિતઓ એવા છે કે જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનો ચેપ છે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થતા હોય છે. જ્યારે તાપમાન ૩૨ થી ૩૫ ડિગ્રી સેÂલ્સયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે.ઉનાળાની ઋતુમાં ફૂડ પોઇઝનિંગના મામલા વધુ સામે આવતા હોય છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છે. જેના કારણે ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્ત પણ બગડી જાય છે. ઉનાળામાં જા ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.