જામનગર તાલુકાના મિયાત્રા ગામની મજલ સીમમાં પવનચક્કીની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પંચકોશી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસને તા.૧૩ સપ્ટેમ્બરના વહેલી સવારે ૧ઃ૧૫ વાગ્યે જાહેરમાં લાઇટના અજવાળામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી પુષ્કરધામ ગામના રાજેન્દ્ર મંછારામ પંડ્યા (ઉ.વ.૫૮), અલીયા ગામના કારૂભાઇ જાદાભાઇ પડસારીયા (ઉ.વ.૫૯), અનવર મામદભાઇ સપડીયા (ઉ.વ.૫૨), બાલાચડી ગામના ગંભીર સિંહ જશુભા વાઘેલા (ઉ.વ.૬૩) અને અલીયા ગામના કમલેશભાઇ આંબાભાઇ દલસાણીયા (ઉ.વ.૪૫) મળી આવ્યા હતા. પોલીસે પાંચેયને સાંજે ચાર વાગ્યે અટક કરી રોકડ રૂ.૧૦,૩૦૦ તથા ગંજીપત્તા કબજે કરી જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધ્યો હતો.









































