જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.જેમાં જેસીસી બાદ હવે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં અનેક દર્દીઓના જરૂર વગર ઓપરેશન કરી નાખવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગચો બહાર આવી છે.ઓશવાલ આયુષ હોસ્પિટલ દ્વારા ૩૫ જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી પીએમજેએવાય યોજનામાંથી ૪૨ લાખ મંજુર કરી લીધા હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ સામે આવતા આરોગ્ય કમિશ્નર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.જેમાં હોસ્પિટલને ૧ કરોડ ૨૬ લાખ ૭૭ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે સિવાય હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ઉપરાંત હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કૌભાંડને લઈને જામનગર તબીબ આલમમાં ખળભળાટ મચી ગયો છે.









































