વીજ કરંટ લાગવાથી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતાં.. મૃતકોમાં એક દંપતી અને એક શ્રમિકનો સમાવેશ થાય છે. પશુ માટેનો ચારો વ્યવસ્થીત ઠેકાણે ખસેડતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે.પ્રાથમિક માહિતી મુજબ કમોસમી વરસાદને પગલે દંપતી અને એક યુવક ઘરની નજીક મગફળીના ભુક્કાને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વીજ વાયર તૂટીને તેમના પર પડ્યો હતો. જેના કારણે ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.આ દુર્ઘટના બનતા જ આસપાસના લોકો ત્યા આવી પહોંચ્યા હતા.ત્રણેય મૃતદેહોને કાલાવડની સિવિલ હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. કાલાવડ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં આજે વીજ કરંટની ત્રણના મોત થયા હતા. જેથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.મૃતકોમાં રવજીભાઈ જેસાભાઈ રોલા, ઉંમર વર્ષ-૬૫, સવીતાબેન રવજીભાઈ રોલા, ઉંમર વર્ષ-૬૨, અને બુધ્ધાભાઈ ધીરુભાઈ વાજેલીયા, ઉંમર વર્ષ-૨૫નો સમાવેશ થાય છે.










































