જામનગરના રાણપરીયા પરિવાર અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં રાણપરીયા પરિવારે પોતાની મુખ્ય ત્રણ માંગોની રજૂઆત કરી હતી. નરેશભાઈ પટેલ દ્વારા પરિવારને ખાતરી અપાઈ કે ટૂંક સમયમાં નરેશભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળ રાજ્યના મુખ્યમંત્રીને મળીને રાણપરીયા પરિવારને થતી હેરાનગતિથી અવગત કરાવશે. ખોડલધામ હંમેશા સમાજ અને સમાજની સમસ્યાઓના સમાધાનમાં સાથે છે. ખોડલધામ વતી જેનીબેન ઠુમ્મરે જણાવ્યું કે, રાણપરીયા પરિવારને ન્યાય અપાવવા ખોડલધામ હંમેશા તેમની સાથે છે. બીજી તરફ રાણપરીયા પરિવારે જણાવ્યું હતું કે અમે ખોડિયાર માતાના શરણે છીએ એમની સામે નહીં. અમને પૂરો વિશ્વાસ છે કે સમાજના આગેવાનો અમારી મુશ્કેલી દૂર કરવામાં મદદરૂપ થશે. આ બેઠકમાં દિનેશભાઈ બાંભણિયા, અલ્પેશભાઈ કથીરીયા, મનોજભાઈ પનારા, વરૂણભાઈ પટેલ, અમિતભાઈ ઠુંમર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.








































