(એ.આર.એલ),જામનગર,તા.૯
રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જામનગરના કાલાવડના હરિપર મેવાસા ગામે ફાયરિંગ અને જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવાને લઈ બબાલ થઈ હતી.
હરિપર મેવાસા ગામના જ ૩ વ્યક્તઓએ ફાયરિંગ કર્યું હતુ. જેમાં ૩ મહિલા સહિત ૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હરિપર મેવાસા ગામના જ ૩ વ્યક્તઓએ ફાયરિંગ કર્યુ હતુ. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે જામનગરની જીજી હોસ્પટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. જા કે પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ ગાંધીનગરના દંતાલીમાં મિલકત બાબતે બબાલ થતા ફાયરિંગની ઘટના બની હતી. પૂર્વ આર્મીમેને પિતા-પુત્ર પર ફાયરિંગ કરતા, પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં અન્ય ત્રણ લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.