અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની જામકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રમતગમત અને યોગાસન વખતે પહેરી શકાય તેવા ટ્રેક ડ્રેસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સોલાર કંપનીના કર્મચારી સર્વ આલોક નિગમ, અનુપમ ચૌધરી, આકાશ શાહ, આમન્યા ગુપ્તા, પ્રવિણ લાડવા, શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જામકા શાળા પરિવાર દ્વારા સી.એસ.આર. એક્ટિવીટી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ સોલાર કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ જામકા પ્રાથમિક શાળાના આચાર્યએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.