ખાંભાના જામકા ગામે રહેતા બે સગા ભાઈઓમાં બબાલ થઈ હતી અને બંનેએ એકબીજાને મુંઢમાર માર્યો હતો તથા સામસામી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી હતી. મંગાભાઈ આપાભાઈ સરવૈયાએ નથુભાઈ આપાભાઈ સરવૈયા, મણીબેન નથુભાઈ સરવૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેની પુત્રવધૂ સાથે ભાઈના પુત્રએ બોલાચાલી કરી હતી. જેથી પોલીસ ફરિયાદ કરવા ગયા હતા. તેનું મનદુઃખ રાખી આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી, મુઢ ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ નથુભાઈ આપાભાઈ સરવૈયાએ મંગાભાઈ આપાભાઈ સરવૈયા, દાનાભાઈ આપાભાઈ સરવૈયા, લાલાભાઈ મંગાભાઈ સરવૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ અને આરોપી સગા ભાઈ થાય છે અને અગાઉ ખેતર બાબતે બોલચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી આરોપીએ તમને ગાળો આપી, મુંઢમાર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.વી.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.