ખાંભાના જામકા ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી. સવા બે મહિના પહેલા લગ્ન થયેલી અને પાંચ દિવસ પહેલા જ સુરતથી આવેલી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઈ હતી.આ અંગે કિશોરભાઈ કાળુભાઈ સોંધરવા (ઉ.વ.૨૩)એ જાહેર કર્યા મુજબ, સવા બે મહિના પહેલા દેવલતાબેન (ઉ.વ.૨૩) સાથે તેમના લગ્ન થયા હતા. પાંચ દિવસ પહેલા તેઓ સુરત શહેરથી ગામડે રહેવા આવ્યા હતા. પત્નીએ તેમની પાસે પૈસા માંગતા રૂપિયા ન હોવાનું જણાવ્યું હતું, જેથી આવેશમાં આવી પોતાના ઘરે સ્લેબવાળા રૂમમાં લોખંડના હુક સાથે સાડી વડે ગળાફાંસો ખાઇ લેતા મરણ પામી હતી.સાવરકુંડલા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય વધુ તપાસ કરી રહ્યા છે.