ખાંભાના જામકા ગામે રહેતી એક પરિણીતાનું બાવડું પકડી બ્લાઉઝ ફાડી નાખીને મુંઢમાર માર્યો હતો.તેમજ ગાળો આપીને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે પરિણીતાએ ભુપતભાઈ નથુભાઈ સરવૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાના ઘરેથી કચરો નાખવા માટે નદીના પુલના કાંઠા પાસે જતા હતા ત્યારે કચરો નાખી પરત આવતા હતા ત્યારે આરોપીએ પાછળથી ઉભા રહેવાનો અવાજ કર્યો હતો. તેઓ અવાજ સાંભળ્યા વગર ચાલવા લાગતા આરોપીએ પાછળથી આવી હાથનું બાવડુ પકડી બ્લાઉઝ ફાડી નાખ્યું હતું અને ડાબો હાથ મરડીને પથ્થરનો છુટ્ટો ઘા માર્યો હતો.
તેમજ ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી હતી અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એલ.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.