ખાંભાના જામકા ગામે બે મહિના પહેલા થયેલી માથાકૂટના મનદુખમાં ખેડૂતને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.બનાવ સંદર્ભે ટપુભાઈ બળવંત મકવાણા (ઉ.વ.૬૦)એ હમીરભાઈ ભુપતભાઈ બારૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને તથા આરોપીને બે મહિના પહેલા માથાકુટ, બોલા ચાલી થઈ હતી. જે વાતનું મનદુઃખ રાખી આરોપીએ તેમને ગાળો આપી, મોટર સાયકલમાં રહેલા લોખંડના પાઇપ વડે મારી ફ્રેકચર જેવી ઇજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી એમ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.