બગસરાના જામકા ગામે નજીવી વાતમાં કુટુંબીજનો બાખડ્‌યા હતા અને બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. અશોકભાઈ આતુભાઈ વણોદીયા (ઉ.વ.૪૦)એ પ્રવિણભાઇ સાર્દુલભાઇ વણોદીયા, કિશોરભાઇ શાર્દુલભાઇ વણોદીયા, ભરતભાઇ શાર્દુલભાઇ વણોદીયા તથા શાર્દુલભાઇ જશમતભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ તેમના ભાભીને પૈસા આપવા તેમના ઘરે ગયા હતા. જેથી આરોપીઓને સારું નહોતું લાગ્યું અને ગાળો આપી કુહાડીનો ઘા માથામાં માર્યો હતો અને ઢીકાપાટુ મારી જો ફરીથી ઠપકો દેવા આવશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી.
જે બાદ કિશોરભાઈ શાર્દુલભાઈ વણોદીયા (ઉ.વ.૪૫)એ અનીલભાઇ જયન્તીભાઇ વણોદીયા, વિજયભાઇ જયન્તીભાઇ વણોદીયા, અશોકભાઇ આતુભાઇ તથા દિનેશભાઇ આતુભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ કિશોરભાઈના ભાઈ અનીલભાઈના ઘરે રાત્રે પૈસા આપવા ગયા હતા. જેને લઈ તેમની માતાને સારું નહોતું લાગ્યું અને તેમને, તેના ભાઈ તથા પિતાને જેમફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. ઉપરાંત ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી.બલસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.