અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામની સીમમાં એક થ્રેસરમાં બાજરી કાઢવામાં આવી રહી હતી ત્યારે તેનું ભકોટું બાજુના ખેતરમાં ઉડતા બે શખ્સોએ આવીને એક યુવતી સહિત બે વ્યક્તિ પર હુમલો કરી દીધો હતો.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે દયાબેન ભવાનભાઇ ગોહીલ (ઉ.વ.૧૯ ધંધો.ખેતી, રહે.જામકા તા.ખાંભા)એ (૧)બાઘાભાઇ લાખાભાઇ ગોહીલ (૨)ભગવાનભાઇ લાખાભાઇ ગોહીલ બંને રહે.જામકા તા.ખાંભા જી.અમરેલી સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર ફરીયાદી તથા આરોપીઓ બાજુ-બાજુમાં રહેતા હોઇ અને સબંધી થતા હોય અગાઉ ફરીયાદી તથા સામાવાળાઓને બાથરૂમ બાબતે બોલાચાલી થયેલ હોય જેથી એકબીજા બોલતા ન હોય જે અગાઉની બોલાચાલીનું દુઃખ રાખી સામાવાળાઓએ ફરીયાદી તથા સાહેદોને પોતાના ખેતરમાં બાજરી થ્રેસરે કાઢતા હતા તેનું ભકોટું સામાવાળાઓના ખેતરમાં જતા સામાવાળાઓ ફરીયાદીને તથા સાહેદ વાઘજીભાઇને અગાઉની બોલાચાલી બાબતે હેરાન પરેશાન કરવા સારૂ સાહેદને બાજરી થ્રેસરે ન કાઢવા બાબતે માથાકુટ કરી ગાળો આપી ભગવાનભાઇએ સાહેદ વાઘજીભાઇને મુંઢ માર મારી ગાળો આપી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી હતી. તા.૭/૩/૨૦૨૪ના બપોરના આશરે એક-બે વાગ્યે ફરીયાદીના ખેતરે જામકા ગામે તાલડા રસ્તે બનેલ આ ઘટનાક્રમ અંગે ખાંભા પોલીસમાં આઇપીસી ૩૨૩, ૫૦૪ તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ થતા હેડ કોન્સ્ટેબલ એન. એન. કીકરે તપાસ હાથ ધરી છે.