જામકંડોરણાની સરકારી હોસ્પટલ ખાતે રૂ.૩૦ લાખના ખર્ચે તૈયાર થયેલુ ડાયાલીસીસ કેન્દ્ર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે લોકોપયોગ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ ડાયલીસીસ કેન્દ્ર શરૂ કરવા અંગે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. હવે આ સેન્ટર શરૂ થતા લોકોને જૂનાગઢ અને રાજકોટના ધક્કા ખાવામાંથી મુક્ત મળશે. આ પ્રસંગે ગોવિંદભાઈ રાણપરીયા, કરણભાઈ જાડેજા, સેરેશભાઈ રાણપરીયા, હિરેન બાલધા, ચંદુભાઈ લુણાગરીયા સરપંચ અને સહકારી અગ્રણીઓ, ડોક્ટર અને સ્ટાફ હાજર રહ્યા હતા અને જયેશભાઈ રાદડીયાનું સન્માન કર્યુ હતું.