(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૭
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નોકરી માટે જમીનના બદલામાં મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જારી કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. આ બાબતને ૧૩મી સપ્ટેમ્બરે ઓર્ડર માટે લિસ્ટ કરવામાં આવી છે. ૬ ઓગસ્ટના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ લાલુ, તેજસ્વી અને અન્ય ૯ લોકો વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. ત્રણ આરોપીઓની સજા પૂરી થઈ ગઈ છે.
વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગાનેએ કેસની સુનાવણી આવતા અઠવાડિયે મુલતવી રાખી હતી કારણ કે તેમણે કહ્યું હતું કે આ મામલે ઈડી તરફથી વધુ સ્પષ્ટતાની જરૂર નથી. ઈડીએ ૬ ઓગસ્ટે કોર્ટ સમક્ષ અંતિમ રિપોર્ટ દાખલ કર્યો હતો. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે ઈડીએ તેનો કેસ નોંધ્યો હતો.
ઈડીએ કહ્યું કે આ મામલો મધ્યપ્રદેશના જબલપુર Âસ્થત રેલ્વેના પશ્ચિમ મધ્ય ઝોનમાં ગ્રુપ-ડીની નિમણૂંકો સાથે સંબંધિત છે. આ નિમણૂક ત્યારે કરવામાં આવી હતી જ્યારે લાલુ પ્રસાદ ૨૦૦૪ થી ૨૦૦૯ વચ્ચે રેલવે મંત્રી હતા. આ નિમણૂકોના બદલામાં, રાજદ સુપ્રીમોના પરિવાર અથવા સહયોગીઓના નામે જમીનના પાર્સલ ભેટમાં અથવા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.